ટંકારામાં અઢી, વાંકાનેરમાં દોઢ ઈંચ વરસાદ, અન્યત્ર ઝાપટા

- text


મોરબી પંથકમાં દિવસભર છૂટો છવાયો વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે અને વરસાદી માહોલ વચ્ચે દિવસભર ધીમીધારે મેધાકૃપા વરસી હતી. જો કે ટંકારા અને વાંકાનેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો પણ અન્યત્ર ઝાપટા જ વરસ્યા હતા. જ્યારે મોરબી પંથકમાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું હતું. આખો દિવસ મેઘરાજાએ ધીમીધારે મેઘમહેર વરસાવી હતી. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી વરસાદના સતાવાર આંકડા મુજબ આજે સવારના 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં ટંકારા પંથકમાં 60 મીમી એટલે કે અઢી ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. તેમજ વાંકાનેરમાં પણ મેઘરાજાએ મહેર કરતા 34 મીમી એટલે કે દોઢ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.

જ્યારે મોરબી પંથકમાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડતાં માત્ર 8 મીમી જેટલો જ વરસાદ નોંધાયો હતો. જો કે આજે સાંજે સાત વાગ્યા પછી ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. બાકી માળીયા અને હળવદમાં વરસાદ નોંધાયો ન હતો અને ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળે છે. જો કે ટંકારા અને વાંકાનેરમાં સારો વરસાદ પડતાં ખેડૂતોને રાહત થઈ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text