ઘડિયાળના કારખાનામાં મુમેન્ટ ચોરી કરનાર બે ઝડપાયા

- text


ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ મોરબી એ-ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરીનં.૩ માં આવેલા ઘડિયાળના કારખાનાને તસ્કરો નિશાન બનાવી આ ઘડિયાળના કારખાનામાંથી મુમેન્ટના કાર્ટુન ઉઠાવી ગયા હોવાની ગઈકાલે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને પોલીસે ચોરાઉ મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ચોરાઉ મુદામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકિતપ્લોટ શેરીનં.૮ માં આવેલ ડાર્વીન એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૪ માં રહેતા અશોકભાઇ છગનલાલ મહેતા (ઉ.વ.૬૩) ના મોરબી લાતીપ્લોટ શેરીનં.૩ માં આવેલ ફેના કલોક કારખાનામાં ગત તા.૨૦ ના રોજ તસ્કરો ત્રાટકયા હતા. જેના તસ્કરો ફેના કલોક નામના કારખાનામા પ્રવેશ કરી કારખાનામાથી ચાવી મેળવી પહેલા માળે રાખેલ કલોક (ઘડીયાળ) મુમેન્ટના કાર્ટુન નંગ-૧૬ જેમા કલોક (ઘડીયાળ) મુમેન્ટ નંગ- ૮૦૦૦ જેની કિ.રૂ. ૪૬,૦૦૦ ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે એ ડિવિઝન પોલીસે સઘન તપાસ ચલાવીને ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં મુમેન્ટના કાર્ટુનની શંકાસ્પદ રીતે હેરફેર કરતા બે આરોપીઓ જયદીપસિંહ ઉર્ફે જયરાજસિંહ લખુંભા જાડેજા અને શકીલભાઈ સતારભાઈ કાદરીને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછ કરતા બન્ને આરોપીઓ મુમેન્ટના કાર્ટુનની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આથી, પોલીસે તમામ ચોરાઉ મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text