ડમ્પર હેઠળ કચડાતા માસૂમ બાળકનું મોત

- text


મોરબીના જુના રફાળેશ્વર રોડ પર ભડીયાદ ગામ નજીક બનેલી ઘટનામાં ડમ્પરચાલક સામે ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર પ્લેટીના કારખાનાની સામે ભડીયાદ ગામની સીમ પટેલ કોલ એલ.એલ.પી કારખાનાના સેડમાં સાયકલ લઈને રમતા માસૂમ બાળક ઉપર ડમ્પર ફરી વળતા આ બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભડીયાદ ગામની સીમમાં રફાળેશ્વર રોડ પર આવેલ પટેલ કોલ કારખાનાની લેબરની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશભાઇ હેમરાજભાઇ મેડા (ઉ.વ-૨૮) એ ડમ્પર નં જી.જે ૦૩ એ.ઝેડ ૪૬૦૩ વાળાનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૨ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દીકરા રાજેશ (ઉ.વ-૬) વાળો પટેલ કોલ કારખાનાના સેડમાં સાઇકલ લઇને રમતો હતો ત્યારે ડમ્પર નં જી.જે-૦૩-એ.ઝેડ ૪૬૦૩ના ચાલકે પોતાના હવાલા વાળુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડમ્પરના આગળના ડ્રાઇવર સાઇડના ટાયરમાં ફરીયાદીના દીકરા રાજેશને હડફેટે લઇ માથામાં ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાશી છૂટ્યો હતો. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text