એ…ગઈ… અવની ચોકડીએ પીકઅપ વાન ભૂગર્ભમાં ખાબકી

- text


ભૂગર્ભ ગટરના રીપેરીંગ કામમાં તમામ ઢાંકણ ખોલી નાખતા લોકો પરેશાન

મોરબી : મોરબી શહેરના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક ભૂગર્ભ ગટરના મરામત કાર્ય દરમિયાન બેદરકારી રાખવામાં આવતા વાહન ચાલકો ભફાકા ખાઈ રહ્યા છે. જેમાં ભરબપોરે એક પીકઅપ વાન ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં ખાબક્યું હતું.

મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક શ્યામપાર્ક ગેઇટ સામે હાલમાં ભૂગર્ભ ગટરનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ આ રીપેરીંગ કામગીરી દરમિયાન લોકોને કે વાહનચાલકોને ધ્યાનમાં આવે તે રીતે સાવધાની પૂર્વકના પગ ન લઈ તમામ ગટરના ઢાંકણ ખોલી નાખવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓ અક્સ્માતનો ભોગ બની રહ્યા છે. આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં આવી જ એક ઘટનામાં પીકઅપ વાહન ગટરમાં ઘુસી જતા મોટા અકસ્માત થતા સહેજમાં અટક્યો હતો.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text