મોરબીના પાડા પુલ અને મયુર પુલમાં છેલ્લા પાંચ દિવસથી અંધારપટ્ટ

- text


થાંભલા પડી ગયા હોવાથી તેનું કામ ચાલુ છે જે ત્રણ-ચાર દિવસમાં થઇ જશે : ચિફ ઓફિસર

મોરબી : મોરબીના પાડા પુલ અને મયુરપુલમાં છેલ્લા પાંચ દિવસથી અંધારપટ્ટ સર્જાયો છે. પાલિકા દ્વારા કોઈ કામ ચાલતું હોય અહીં ઉભેલા થાંભલા પણ કાઢી લેવામાં આવ્યા છે. જેને કારણે વાહન ચાલકોને રાત્રીના સમયે અંધારાના કારણે હાલાકી પડી રહી છે.

જો કે આ અંગે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે પાડા પુલ અને મયુરપુલમાં અમુક થાંભલાઓ પડી ગયા હતા. કનેક્શન એક થાંભલામાંથી બીજા થાંભલામા જતું હોય બીજા થાંભલા પણ કાઢી નાખવામાં આવ્યા છે. હાલ બન્ને પુલમાં કામ ચાલી રહ્યું છે. જે આગામી ત્રણ- ચાર દિવસ ચાલશે. ત્યારબાદ બન્ને પુલમાં લાઈટ ચાલુ થઈ જશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text