ડીઝલ-કોલસાના ભાવમાં ભડકો થતા સિરામિક વોલ બોડી કલેના ભાવમાં વધારો

- text


પ્રતિ ટન વોલ બોડી કલેના ભાવમાં રૂ.150નો ભાવ વધારો : 20 જુલાઈથી અમલ

મોરબી : ડીઝલ, કોલસો અને અન્ય રો મટિરિયલના ભાવમાં થયેલા વધારાને પગલે વોલ ટાઇલ્સ બોડી ક્લેનું ઉત્પાદન કરતા મોરબી સ્પ્રે ડાયર એકમો દ્વારા વોલ બોડી ક્લેના ભાવમાં રૂપિયા 150 પ્રતિ ટન વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો આગામી તા.20મી જુલાઈથી અમલી બનશે.

સીરામીક હબ મોરબીમાં વોલ ટાઇલ્સ બોડી ક્લે ઉત્પાદન કરતા 90 જેટલા યુનિટ આવેલા છે, આ યુનિટમાં સ્પ્રે ડાયરીમાં વોલ ટાઇલ્સ બોડી ક્લેનું ઉત્પાદન કરી આ એકમો વોલટાઈલ્સ બનાવતી ફેકટરીઓને સપ્લાય કરે છે પરંતુ છેલ્લા સમયમાં સ્પ્રે ડાયરીમાં ઇંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં 50થી 60 ટકા જેટલો ભાવ વધારો થવાની સાથે ડીઝલના ભાવમાં થયેલા ભાવ વધારાથી રાજસ્થાન,કચ્છ તેમજ અલગ-અલગ જગ્યાએથી આવતા રો-મટિરિયલના ભાવમાં વધારો થતા બોડી ક્લે ઉત્પાદક સ્પ્રે ડાયર યુનિટો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્પ્રે ડાયર એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ અને ઉપ પ્રમુખ કૌશિકભાઈ ગામીએ જણાવ્યું હતું કે, રો-મટિરિયલના ભાવમાં વધારા સામે અસ્તિત્વ ટકાવી રાખવા અંગે ગઈકાલે તા.16 જુલાઈના રોજ તમામ સ્પ્રે-ડાયર ઉત્પાદકોની અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં વોલ ટાઇલ્સ બોડી ક્લેના ભાવમાં પ્રતિ ટન રૂપિયા 150નો ભાવ વધારો કરવા નક્કી કરી આગામી તા.20 જુલાઈથી ભાવ વધારો અમલી કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે.

વધુમાં સ્પ્રે ડાયર ઉત્પાદક એકમો દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિમાં ના છૂટકે આ ભાવવધારો કરવો પડ્યો હોય એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ અને ઉપ પ્રમુખ કૌશિકભાઈ ગામીએ મોરબી ક્લસ્ટરના તમામ વોલ ટાઇલ્સ યુનિટોના ઉદ્યોગકારો આ ભાવવધારો સ્વીકારી સ્પ્રે ડાયર ઉત્પાદકોને સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text