હળવદમાં ફાયર NOC વગર શરૂ થયેલી ખાનગી હોસ્પિટલ સામે હળવદ પાલિકા લાલઘુમ

- text


નગરપાલિકામાંથી બાંધકામ વપરાશનું સર્ટી મેળવવાની પણ તસ્દી ન લેતા નોટિસ

હળવદ : રાજ્યમાં ફાયર સેફટી વગરની હોસ્પિટલ અને સ્કૂલોમાં અકસ્માતની ઘટનાઓ બાદ હાઇકોર્ટના આદેશથી સરકાર આકરે પાણીએ છે તેવા સમયે જ હળવદની સરા ચોકડીએ બી.યુ. પરમીશન અને ફાયર એનઓસી વગર જ શ્રીજી હોસ્પિટલ શરૂ થઈ જતા પાલિકાતંત્ર લાલઘૂમ બન્યું છે અને હોસ્પિટલની મનમાની સામે નોટીસ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ સરા ચોકડી નજીક આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પ્રવર્તમાન જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન તથા સરકાર અન્ય લાગુ પડતા નિયમો/જોગવાઈઓ મુજબ મંજુર કરેલ વિકાસ પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામ કર્યા બાદ ફાયર એન.ઓ.સી. તથા બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ (બી.યુ. પરમીશન) મેળવ્યા સિવાય ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળતાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટીસ ફટકારી બાંધકામ ભોગવટા સર્ટીફીકેટ (બી.યુ. પરમીશન) અને ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય તો તેના આધાર પુરાવા દિવસ-૩ (ત્રણ) માં અત્રેની કચેરી ને રજુ કરવા જણાવાયું છે.

વધુમાં આ નોટિસમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે, બાંધકામ વિકાસ પરવાનગી, બી.યુ.પરમીશન અંગેની અને ફાયર એન.ઓ.સી. મેળવવા અંગે ગુજરાત હાઇકોર્ટ રીપીટીશન (PI) નં.૧૧૮ ઓફ ૨૦૨૦ ના તા. ૧૫/૧૨/૨૦૨૦ અને તા.૨૬/૦૨/૨૦૨૧ ના ઓરલ ઓર્ડરથી ડાયરેક્શન અન્વયે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૧૩ અને તે હેઠળના નિયમો-૨૦૧૪ તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-૨૦૧૬ અને નેશનલ બિલ્ડીંગ કોડ-૨૦૧૬ ને ધ્યાને લઇ સરકારની પર્વતમાન જોગવાઈ મુજબ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text

હળવદ પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ એ જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ બાંધકામ કે ફાયર એનઓસી વગર કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે. આગામી દીવસોમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ પાલિકાના આકરા વલણથી ફાયર એનઓસી અને ગેરકાયદે બાંધકામ કરનારા અન્ય તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.



● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text