મોરબી જિલ્લામાં ટુ વ્હિલર માટેની GJ-36-AD નવી સીરીઝ શરૂ થશે

- text


પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36-AD ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૬/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા. ૨૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૮૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૩૫૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ મોરબીએ આર.ટી.ઓ. કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે.

પસંદગીના નંબરો મેળવવા માટે તા.૧૬/૦૭/૨૦૨૧ તા.૨૯/૦૭/૨૦૨૧ સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઇન અરજી કરી શકશે તથા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૬ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે. અને તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૭ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

- text

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text