ગૌ આધારિત, આયુર્વેદિક અને પ્રાકૃતિક 1000થી વધુ પ્રોડક્ટ સાથે ગીર ગૌવદા સ્ટોરનો 18મીથી શુભારંભ

- text


શુભારંભ નિમિત્તે 18મીએ વિનામૂલ્યે ગૌ આધારિત આયુર્વેદિક તપાસ કેમ્પ પણ યોજાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓને કેમિકલવાળી ખાદ્યવસ્તુઓથી છુટકારો મળવાનો છે. કારણકે ગૌ આધારિત, આયુર્વેદિક અને પ્રાકૃતિક 1000થી વધુ પ્રોડક્ટ સાથે ગીર ગૌવદા સ્ટોરનો 18મીથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આ વેળાએ વિનામૂલ્યે ગૌ આધારિત આયુર્વેદિક તપાસ કેમ્પ પણ યોજાનાર હોય તો તેનો લાભ લેવા સર્વેને અપીલ કરાઈ છે.

ભારતમાં પેસ્ટીસાઈડયુક્ત ખોરાકને કારણે દર વર્ષે લાખો લોકોને મૃત્યુ થાય છે. નાની ઉંમરે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, અસ્થમા, ઓબેસિટી જેવા વિવિધ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં આયુર્વેદિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક વસ્તુઓ તરફ પાછું વળવું હવે ખૂબ જરૂરી બની ગયું છે. જેને ધ્યાને લઇ મોરબીવાસીઓને સ્વાસ્થ્યપૂર્ણ જીવન આપવા માટે રવાપર રોડ ખાતે ઇન્ડુસિન્ડ બેંક સામે સાધના કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ગીર ગૌવદા સ્ટોરનો 18મીએ પ્રારંભ થવા જઈ રહ્યો છે.

આ સ્ટોરમાં ગીર ગૌ વેદાના અસરકારક ઉત્પાદનો જેવા કે ગીર ગૌ ઘી, ઔષધિય ઘી, ગીર ગૌ અર્ક અને સીરપ, ગીર આયુર્વેદિક ઔષધીય, ગીર સ્વાસ્થ્ય વર્ધક ખોરાક, ગીર ચૂર્ણ, ગીર સૌંદર્યવર્ધક ઉત્પાદનો સહિતની પ્રોડક્ટ, જ્યારે સીધા કિસાન સે દ્વારા ઉપલબ્ધ ઓર્ગેનિક ખાદ્યપદાર્થો જેવા કે અનાજ, કઠોળ, મરી-મસાલા, ખાદ્ય તેલ, ગોળ,ખાંડ, મીઠું, ગરમમસાલા, તૈયાર લોટ અને ઇન્સ્ટન્ટ મિક્સ, ડ્રાયફ્રૂટ્સ, રેડીમેઈડ નાસ્તા, ચા, કોફી સહિતની પ્રોડક્ટ તેમજ ગીર ગૌ આધારિત વિવિધ આયુર્વેદિક ઔષધિઓમાં શ્વાસ સબંધીત રોગો, સંધિ વા, હાડકાની સમસ્યા, સ્ત્રી રોગ, વાળની સમસ્યા સહિતના રોગોની દવા ઉપરાંત સૌંદર્યવર્ધક સંપૂર્ણ પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે હેર ઓઇલ, શેમ્પુ, સ્કિન ક્રીમ અને ફેસ પેક સહિતની પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

- text

આગામી તા.18 ને રવિવારના રોજ સવારે 9 કલાકે ગીર ગૌવેદા સ્ટોરનો શુભારંભ થનાર છે. આ પ્રસંગે ખાસ વિનામૂલ્યે ગૌ આધારિત આયુર્વેદિક તપાસ કેમ્પ યોજાવાનો છે. જેમાં સંધિવા, હદયની તકલીફ, સ્થૂળતા, શ્વાસની સમસ્યા, અનિંદ્રા, હતાશા, તણાવ, કમજોરી, મહિલા સબંધીત સમસ્યા, લીવર કે કિડનીની તકલીફ તથા અન્ય સ્વાસ્થ્ય સબંધીત સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. વૈદ્યરાજની સલાહ કે મુલાકાત માટે મો.નં. 63589 99963 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


 

- text