ટ્રકના ચોરખાનામાં છુપાવેલ ઇગ્લીશ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

- text


 હોટલ સંચાલક સહીત ત્રણ શખ્સોને રૂ.12,33,940ના મુદામાલ સાથે ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા રફાળેશ્વર ચોકડી નજીક G.I.D.C. નાકા પાસે રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલ પાસેથી ટેઇલર ટ્રકના ચોરખાનામાંથી રૂ. 33,940ના ઇગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલવાળા રાજુ શંકરલાલ બિશ્નોઇ એ ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને મોડી રાત્રીના એક ટ્રકમાં આવનાર છે. આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબનો ટ્રક આવી હોટલ ઉભો રહેતા માલ મંગાવનાર તથા માલ લાવનાર ટ્રકમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારવા જતા હતા. ત્યારે પોલીસે તેઓને કોર્ડન કરી પકડી પાડયા હતા. અને ટ્રકને ચેક કરતા ટ્રકના નીચેના ભાગે આવેલ ચોરખાનામાંથી તથા ટુલબોક્ષમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયરનો કુલ રૂ. 33,940નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની 64 બોટલો (કિં.રૂ. 29,440) તથા બીયરના 45 ટીન (કિં.રૂ. 4500) તથા એક ટાટા કંપનીનો ટ્રક રજી.નં. RJ-19-GF-7914 (કિં.રૂ. 12,00,000) મળી કૂલ રૂ. 12,33,940નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ માલ મંગાવનાર રાજુ શંકરલાલ ખોખર (ઉ.વ. 24, ધંધો-હોટલ, રહે. હાલ-રફાળેશ્વર, મુળ રહે. રાવર, તા.બિલાડા, જી.જોધપુર, રાજસ્થાન) તથા માલ લાવનાર શ્રવણરામ બાબુરામ જાંબુ (ઉ.વ. 38, રહે.કાનાવાસીયા, તા.બિલાડા) અને હનુમાનરામ કાનારામ જાખડ (ઉ.વ. 36, રહે. લાંબા, તા.બિલાડા)ની અટકાયત કરી તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text