બસ સ્ટેન્ડમાં ટ્રક ઘુસી ગયો, બે ઈજાગ્રસ્ત

- text


હળવદના કોયબા ગામની ઘટનામાં પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકચાલકે બાજુમાં રહેલ પોલીસ ચેકપોસ્ટ પર હાજર જીઆરડી જવાનને ઇજાગ્રસ્ત કર્યો

હળવદ : આજે ૧૧ વાગ્યાની આસપાસ હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક પીક-અપ બસ સ્ટેન્ડમાં ઘુસી ગયો હતો. જેના કારણે ટ્રક ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે જ અહીં બાજુમાં પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી હોય, અહીં હાજર જી.આર.ડી.ના જવાનને પણ ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જો કે ટ્રકચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હતો. જ્યારે જી.આર.ડી.ના જવાનને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના અગિયાર વાગ્યાની આસપાસ હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા પાસે ઉભું કરાયેલ પીક-અપ બસ સ્ટેન્ડમાં ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ઘૂસી ગયો હતો. જેના કારણે ડ્રાઇવર મંગલસિંહ ધાનસિંહ રાજપૂત રહે રાજસ્થાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ અહીં પીક-અપ બસ સ્ટેન્ડની બાજુમાં જ પોલીસ દ્વારા ઊભી કરાયેલી ચેકપોસ્ટ પર હાજર જીઆરડી જવાન રમેશભાઈ શામજીભાઈ વાણિયાને પણ ઈજાઓ પહોંચતાં ટ્રક ડ્રાઈવરને જીઆરડી જવાને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

- text

જો કે ટ્રક ડ્રાઇવરને વધુ ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો છે. જ્યારે જીઆરડી જવાનને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે પીક-અપ બસ સ્ટેન્ડને મૂળમાંથી ઉખેડી નાખ્યું છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text