MCX ડેઈલી રિપોર્ટ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ : રબર, મેન્થા તેલમાં નરમાઈ

- text


કપાસ, કોટન, સીપીઓમાં સુધારાનો સંચાર

બુલડેક્સ ફ્યુચર્સમાં 49 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 109 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,18,728 સોદાઓમાં કુલ રૂ.10,091.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.48 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.289 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું.

કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલમાં 144 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 387 ટનના નોંધપાત્ર સ્તરે રહ્યો હતો. રબર અને મેન્થા તેલમાં નરમાઈ સામે કપાસ, કોટન અને સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 49 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 109 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 52,713 સોદાઓમાં કુલ રૂ.3,445.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,875ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,920 અને નીચામાં રૂ.47,745 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.47,822ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.38,263 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.4,726ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,865ના ભાવે ખૂલી, રૂ.44 વધી રૂ.47,812ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,609 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,644 અને નીચામાં રૂ.69,023 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.289 ઘટી રૂ.69,086 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.240 ઘટી રૂ.69,278 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.254 ઘટી રૂ.69,267 બોલાઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 30,439 સોદાઓમાં કુલ રૂ.2,023.08 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,532ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,567 અને નીચામાં રૂ.5,515 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.26 વધી રૂ.5,524 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.60 ઘટી રૂ.277.50 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 2,826 સોદાઓમાં રૂ.379.48 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,290.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1290.50 અને નીચામાં રૂ.1290.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.50 વધી રૂ.1,290.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,852ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,910 અને નીચામાં રૂ.16,820 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.82 ઘટી રૂ.16,849ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,047.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1060.90 અને નીચામાં રૂ.1040.60 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.20 વધી રૂ.1058.40 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.40 ઘટી રૂ.973.90 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.10 વધી રૂ.25,200 બોલાઈ રહ્યો હતો. 

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,988 સોદાઓમાં રૂ.1,875.05 કરોડનાં 3,918.288 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 41,725 સોદાઓમાં કુલ રૂ.1,570.46 કરોડનાં 226.118 ટનના વેપાર થયા હતા.

- text

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.05 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 196 સોદાઓમાં રૂ.27.47 કરોડનાં 10875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 339 સોદાઓમાં રૂ.14.07 કરોડનાં 143.64 ટન, રબરના વાયદાઓમાં 36 સોદાઓમાં રૂ.0.74 કરોડનાં 44 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,253 સોદાઓમાં રૂ.337.15 કરોડનાં 32,150 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,023.971 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 4874 ટન, તેમ જ કપાસમાં 56 ટન, કોટનમાં 176000 ગાંસડી, મેન્થા તેલમાં 387.36 ટન, રબરમાં 120 ટન, સીપીઓમાં 89,010 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,343 સોદાઓમાં રૂ.108.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 644 સોદાઓમાં રૂ.51.13 કરોડનાં 694 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 699 સોદાઓમાં રૂ.57.71 કરોડનાં 754 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,318 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 806 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,752ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,761 અને નીચામાં 14,712ના સ્તરને સ્પર્શી, 49 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 3 પોઈન્ટ ઘટી 14,719ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,312ના સ્તરે ખૂલી, 109 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 37 પોઈન્ટ ઘટી 15,253ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,822 સોદાઓમાં રૂ.1,522.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.163.28 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13.42 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,345.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.345 ખૂલી, ઊપરમાં રૂ.370.50 અને નીચામાં રૂ.322.50 રહી, અંતે રૂ.15.50 વધી રૂ.339.50 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,575 ખૂલી, ઊપરમાં રૂ.1,704 અને નીચામાં રૂ.1,474 રહી, અંતે રૂ.124 ઘટી રૂ.1,502 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.93 ખૂલી, ઊપરમાં રૂ.111.20 અને નીચામાં રૂ.85 રહી, અંતે રૂ.11.50 વધી રૂ.91.90 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.163.50 અને નીચામાં રૂ.137 રહી, અંતે રૂ.5 ઘટી રૂ.156.50 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,125 ખૂલી, ઊપરમાં રૂ.2,202.50 અને નીચામાં રૂ.2,125 રહી, અંતે રૂ.80 ઘટી રૂ.2,148.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.74 ખૂલી, ઊપરમાં રૂ.74 અને નીચામાં રૂ.51.20 રહી, અંતે રૂ.15.70 ઘટી રૂ.63.80 થયો હતો.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text