મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના કેસમાં ઘટાડો, માત્ર 6 કેસ

- text


સરકારે એક પછી એક નિયંત્રણો ઉઠાવી લેતા હવે માત્ર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગના જ કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરની વિદાય વચ્ચે કોવિડ જાહેરનામા ભંગ કેસમાં મોટો ધટાડો નોંધાયો છે. તેમાંય સરકારે એક પછી એક નિયંત્રણો ઉઠાવી લેતા હવે માત્ર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના જ કેસ નોંધાઈ છે. દરમિયાન મોરબી જિલ્લામાં ગઈકાલે 6 સામે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગના કેસ નોંધાયા હતા.

મોરબી શહેરને સરકારે આજે 10 જુલાઈએથી રાત્રી કફર્યુની મુક્તિ આપી હોવાથી ગઈકાલે રાત્રી કર્ફ્યું ભંગના એકપણ કેસ નોંધાયા ન હતો. એકંદરે ગઈકાલે મોરબી જિલ્લામાં માત્રને માત્ર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગના કેસ નોંધાયા હતા અને એ પણ અત્યાર સુધીમાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા. કોરોનાની જેમ કોવિડ જાહેરનામા ભંગના કેસ પણ સિંગલ ડીઝીટમાં આવી ગયા હોય તેમ ગઈકાલે જિલ્લામાં આ અંગેના માત્ર 6 કેસ નોંધાયા હતા.

- text

જેમાં મોરબીમાં વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર ધંધો કરી ભીડ એકત્ર કરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા જુના કપડાંની લારીધારક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા એક રીક્ષાચાલક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા બે રીક્ષાચાલક અને માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2 વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે વેકસીનેશન બંધ વચ્ચે ગઈકાલે જિલ્લામાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ ભંગનો એકપણ કેસ નોંધાયો ન હતો. તેમજ માસ્કના કેસ પણ ઘટી ગયા છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text