માળીયાના હરિપર ગામ પાસે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત

- text


કન્ટેનરચાલકે કારને હડફેટે લઈને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયાના હરિપર ગામ પાસે ગઈકાલે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જો કે સદભાગ્યે આ બનાવમાં જાનહાની થઈ નથી. પણ કન્ટેનરચાલકે કારને હડફેટે લેતા કારમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ નજીકના ધોળકાના ખલકપુરા પાસે રહેતા ઝાકીરહુસેન ઇકબાલહુસેન મલેક (ઉવ ૫૪) એ આરોપી કન્ટેનર ટ્રેઇલર નંબર  GJ 12 Z 4946  નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૯ ના રોજ માળીયાના હરીપર ગામની સીમ નજીક આરોપી કન્ટેનર ટ્રેઇલરનો ચાલકે પોતાના કબ્જા હવાલાવાળુ કન્ટેનર પુર ઝડપે બે ફીકરાઇ રીતે ચલાવી મારી અલ્ટ્રો કાર નંબર GJ 38 BC 0210  ની ડ્રાઇવર સાઇડમાં પાછળના ટાયર પાસે ભટકાડી નુકશાન કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધીને આગળની તપાસ માળીયા પોલીસ મથકના પો.હેડ.કોન્સ. વી.આર.વઘેરા તપાસ ચાલવી રહ્યા છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text