માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ નવ વાહનો ઉપર તવાઈ

- text


મોરબી જિલ્લામાં કોવિડ જાહેરનામાના ભંગ સબબ કુલ 14 સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે સોમવારે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામાના ભંગ સબબ કુલ 14 સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી જિલ્લામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ નવ વાહનો ઉપર તવાઈ ઉતારી હતી. જ્યારે જિલ્લામાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધંધો કરવા સામે માત્ર એક જ કેસ નોંધાયો હતો.

મોરબી શહેરમાં ગતરાત્રે કફર્યું દરમિયાન લટાર મારવા નીકળેલા 2, વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા બિરયાનીની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 3 રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 3 રીક્ષાચાલકો, 2 ઇકો કારચાલકો, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 2 રીક્ષાચાલકો સહિત 14 સામે પોલીસે કોવિડ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. જો કે, જિલ્લામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા સામેની કાર્યવાહી હમણાંથી ટંકારા પૂરતી જ સીમિત રહી ગઈ છે. આથી, આજે પણ જિલ્લામાં એક માત્ર ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક ઇકો કારચાલક સામે કેસ નોંધાયો હતો.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text