નળમાં ગટરના દૂષિત પાણી વિતરણથી મહિલાઓ કોપાયમાન

- text


મોરબીના પંચાસર રોડની સોસાયટીમાં જન આરોગ્ય સામે ગંભીર ચેડા

મોરબી : મોરબીમાં જાણે ફિલ્ટર કર્યા વગર અશુદ્ધ પાણી ધાબડી દેવાતું હોય કે પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવાના કારણે અનેક વિસ્તારોમાં જન આરોગ્ય સામે ગંભીર ચેડાં સમાન ડહોળા પાણીના વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે વધુ એક વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ખીલવાડ સમાન આ ડહોળા પાણીના વિતરણથી મહિલાઓ કોપાયમાન થયા હતા અને કલેકટરને રોષભેર રજુઆત કરી હતી.

મોરબીના પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક-2 ની અંદર આવેલી સ્વાતિ પાર્ક, શિવમ પાર્ક સોસાયટીની મહિલાઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી એકદમ દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં તેમની સોસાયટીની બાજુમાંથી પસાર થતી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી પીવના પાણીની લાઈનમાં ભળે છે. આથી પીવામાં તો ઠીક વાપરવામાં પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવું દૂષિત પાણી આવે છે. પાણીમાં જાણે સાબુ કે કોઈ કેમિકલ મિશ્રિત હોય તેમ ફીણ વળે છે. આ પાણી પીવામાં ઉપયોગમાં લેવાય તો ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.

વધુમાં જણાવ્યું હતું કે, ગટર જેવું ગંધાતુ પાણી આવતું હોવાથી પીવા માટે બહારથી વેચાતું પાણી મંગાવું પડે છે. જેથી નાહકના ખોટા ખર્ચા થાય છે. બીજી તરફ હાલ કોરોનાની મહામારીના કાળમાં આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે શુદ્ધ પાણી પીવું હિતાવહ છે. પણ શુદ્ધ પાણી જ આવતું ન હોવાથી લોકોના આરોગ્ય સામે ગંભીર ચેડાં થઈ રહ્યા હોય આ બાબતને ગંભીર ગણી વહેલી તકે દૂષિત પાણીની સમસ્યા ઉકેલવાની માંગ કરી છે.

- text


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text