મોરબીના ચકમપર ગામે કાલરીયા પરિવારે સદગતની સ્મૃતિમાં 1 હજાર રોપાઓનું કર્યું વિતરણ

- text


પુરજોશમાં ‘ચાલતી મારું ગામ, હરિયાળું ગામ’ ઝુંબેશ

નિ:શુલ્ક બીજ વિતરણ પણ કરાયું

મોરબી : “મારું ગામ, હરિયાળું ગામ” ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં મોરબીના ચકમપર ગામે આજે સવારે ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

વાડી વિસ્તાર અને નર્મદા કેનાલને કારણે પાણીની છતવાળા આ ગામમાં ખેડૂતો ખારેક, લીંબુ જેવા ફળાઉ વૃક્ષોની ખેતી તરફ વળેલ છે. આવા જાગૃત ગામમાં મુક્તિધામ, રામદેવપીર મંદિર, ખેતરપાળ, તળાવ, નિશાળ જેવા અલગ-અલગ જાહેર સ્થળોએ હજારોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેરે થયો છે; ગામમાં ઔષધબાગ પણ છે.

- text

જાગૃત અને રચનાત્મક યુવાવર્ગના સહયોગથી આજે સવારે ફકત એક જ કલાકમાં એક હજાર રોપાનું નિઃશુલ્ક વીતરણ કરાયું. અને સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવ્યું. પોતાના સ્વજનોની સ્મૃતિમાં અન્ય ગામોમાં પણ આવું રચનાત્મક આયોજન કરવા ઇચ્છતા લોકો વધુ માર્ગદર્શન અને આયોજન માટે પ્રાણજીવન કાલરિયાને મો. 94262 32400 પર સંપર્ક કરે.

- text