વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં ધો. 11માં પ્રવેશ શરૂ : છાત્રોને ટેબ્લેટ અપાશે, જેમાં માત્ર શિક્ષણને લગતી એપ જ ખુલશે

- text


વિદ્યાર્થીઓ મોબાઈલ કે ટેબ્લેટમાં અન્ય પ્રવૃતિઓમાં સમયનો વ્યય કરતા હોવાની વાલીઓની સમસ્યા નિવારવા નવતર પ્રોજકટનો અમલ

મોરબી : મોરબી જિલ્લાના ધો.11ના છાત્રો માટે વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા નવતર પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને એક ટેબ્લેટ આપવામાં આવે છે. આ ટેબ્લેટની ખાસિયત એ છે કે તેમાં એજ્યુકેશન સિવાયની કોઈ એપ્લિકેશન જ ઓપન થઈ શકશે નહીં.

મોરબી જિલ્લામાં હળવદ નજીક ધ્રાંગધ્રા હાઇવે ઉપર નકલંક ધામ મંદિર સામે વિવેકાનંદ સાયન્સ એકેડમી આવેલ છે. જે હાલના ઓનલાઇન અભ્યાસમાં શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડે છે. આ શાળા જાણીતા એવા ફેફર સર દ્વારા સંચાલિત હોય તેમાં શિક્ષણની ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

હાલ આ સ્કૂલમાં ધો.11 સાયન્સ અને કોમર્સના એડમીશન શરૂ થઈ ગયા છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષે સ્કૂલ દ્વારા વાલીઓનો સૌથી મોટો પ્રશ્નનો નિવેડો લાવવા જિલ્લામાં પ્રથમવાર વી.એસ.એ. ટેબ્લેટનો નવીનતમ પ્રોજેકટ અમલમાં મુક્યો છે. વાલીઓની એવી ફરિયાદ રહે છે કે તેમનું બાળક ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ કે ટેબ્લેટનો વપરાશ કરે છે. આ સાથે તે મોબાઈલ કે ટેબ્લેટમાં અન્ય પ્રવૃત્તિઓમાં પણ સમય વ્યય કરે છે. જેથી શાળા દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવીનતમ પ્રોજેકટ હેઠળ શાળામાંથી જ વિદ્યાર્થીને તે લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટમાં માત્રને માત્ર એજ્યુકેશનની જ એપ્લિકેશન ખુલી શકશે. અન્ય કોઈ એપ્લિકેશન ટેબ્લેટમાં ખુલશે નહિ.

- text

ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ સાયન્સ એકેડમી સમગ્ર તાલુકામાં અગ્રેસર રહે છે. છેલ્લા 4 વર્ષમાં NEET થકી સૌથી વધુ MBBS આ સંસ્થાએ બનાવ્યા છે. તો આજે જ આપના બાળકનું એડમીશન અહીં લ્યો. વધુ વિગત માટે મો.નં. 99780 62525, 99984 49090, 82380 56801, 81559 28238 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


 

- text