ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો મેદાને

- text


28 જૂને કાળો દિવસ મનાવી ઓગસ્ટના પ્રથમ અઠવાડીયામાં ચક્કાજામ કરશે ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશન 

ત્રણ મુખ્ય માંગ સાથે સરકારને ઘેરશે

વાંકાનેર : એક તરફ કોરોના મહામારીમાં સરકારી નિયંત્રણોને કારણે તમામ ઉદ્યોગ, ધંધા, વ્યાપાર પડી ભાંગ્યા છે. તેવા સમયે જ સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીકી દેતા ટ્રક-ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે અને અત્યાર સુધી ડીઝલનો ભાવ વધારો મૂંગા મોઢે સહન કરનાર ટ્રાન્સપોર્ટરો દ્વારા હવે ભાવવધારા મુદ્દે લડત આપવા એલાન કરી 28 જૂને કાળો દિવસ મનાવી ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ચક્કાજામ કરવા જાહેરાત કરી છે.

- text

ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા કોરોના મહામારી વચ્ચે ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે લડત આપવા રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. એસોશિએશન દ્વારા આગામી 28 જૂને કાળો દિવસ માનવવા નક્કી કરી સરકાર સમક્ષ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા, વાહનના હપ્તામાં મોરેટોરિયમ પિરિયડ વધારવા તેમજ ઈ વે બિલમાં દરરોજ 100 કિલોમીટરની મર્યાદા રાખવા સહિતની માંગ કરવામાં આવી છે. અને આગામી ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં ચક્કાજામ કરવા પણ એલાન આપવા આવ્યું છે.

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે, કોરોના મહામારીને કારણે મોટાભાગના ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બની છે. અને લોન ઉપર લીધેલા વાહનોના હપ્તા ચડી જતા ફાયનાન્સ કંપનીઓ દ્વારા વાહનો જપ્ત કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેવા સંજોગોમાં ડીઝલના ભાવ વધારાથી પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાતા આ મુદ્દે લડત આપવા રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

- text