રાજકોટ – મોરબી હાઇવે ઉપર કાર ચાલકે ઠોકર મારતા આશાસ્પદ યુવતીનું મોત

- text


મોપેડ લઈને જતી યુવતીને કાર ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક કાર ચાલકે મોપેડ સવાર યુવતીને પાછળથી જોરદાર ટક્કર મારતા આશાસ્પદ યુવતી ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી. જ્યાં તેનું મોત નીપજયું છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક ટંકારાના હમિરપર ગામે રહેતી અને ખાનગી શાળામા જોબ કરતી ચારૂલબેન મનસુખભાઈ ભીમાણી (ઉ.વ.20) પોતાના મોપેડ નંબર GJ-36 M3740 ઉપર જઈ રહયા હતા ત્યારે પાછળથી આવતી મોટરકાર નંબર GJ-36-B-4177 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાસ્પદ પાટીદાર યુવતી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું. ધટના પગલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text