ટંકારામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

- text


ટંકારા : ટંકારામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા તાલુકા કાનૂની સેવા મંડળના અધ્યક્ષ અને ટંકારા કોર્ટના જજ એસ. એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ આજે તારીખ ૨૧-૦૬-૨૦૨૧ ના રોજ ટંકારા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યોગ કરવામાં આવ્યા હતા. અને યોગ વિશેની માહિતીની આપ-લે કરવામાં આવી હતી. આ તકે ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ (એડવોકેટ) મુકેશ વી. બારૈયા, અમિત પી. જાની (એડવોકેટ), નવાઝ એચ. માડકીયા, કંચનબેન સારેસા સહિતનાઓએ ભાગ લીધો હતો.

- text

 

- text