મોરબી જિલ્લામાં કિશોરીઓનું મેડિકલ ચેકઅપ કરાયુ

- text


પૂર્ણા દિવસના ઉજવણીમાં ‘HB કિવન હરીફાઈ’ના ભાગ રૂપે આંગણવાડી કેન્દ્રમાં સારું HB ધરાવતી ત્રણ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ અપાશે

મોરબી : રાજ્યમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓના આરોગ્ય અને પોષણ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ કિશોરીઓના આરોગ્યની તપાસણી કરવા માટે વિશેષ એક સપ્તાહ સુધી આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઇસીડીએસ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તમામ PHC/CHC ખાતે તા.૧૦/૦૬/૨૦૨૧ થી ૧૯/૦૬/૨૦૨૧ સુધીમાં તમામ કિશોરીઓનું HB/BMI/વજન/ઉંચાઈ તેમજ આરોગ્ય તપાસનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી દરેક આંગણવાડી કેન્દ્રમાં સારું HB ધરાવતી ત્રણ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ તા. ૨૨/૦૬/૨૦૨૧ ના રોજ પૂર્ણા દિવસના ઉજવણીમાં HB કિવન હરીફાઈના ભાગ રૂપે આપવામાં આવશે. તેમજ ઓછું HB ધરાવતી કિશોરીઓને વિશેષ IFA ટેબ્લેટ લેવા આરોગ્ય પોષણ શિક્ષણ તેમજ જરૂર પડ્યે આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવશે.

- text

NFHS-5 ના ડેટા મુજબ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં એનેમિયાનું પ્રમાણ ખુબ જ જોવા મળે છે. એનેમિયાના કારણે થાક, હાફ ચડવો, એકાગ્રતાની ઉણપ વગેરે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્યની કાળજી માટે દર માસના ચોથા મંગળવારે કિશોરીઓને પૂર્ણા શક્તિના ચાર પેકેટ સાથે વિવિધ વિષયો ઉપર આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવામાં આવે છે. જેથી કિશોરીઓમાં આરોગ્ય અને પોષણનું સ્તર ઊંચું લાવી શકાય અને તંદુરસ્ત કિશોરી દ્વારા તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય.

આમ તમામ કિશોરીઓ આંગણવાડીમાં આપવામાં આવતા લાભ લે તે માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તથા ડીસ્ટ્રીક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

- text