હળવદના રણમલપુરના 50 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

- text


મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર ગામના 50 યુવાનો આપમાં જોડાતા તેઓને આવકારવામાં આવ્યા હતા.

- text

આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ગઢવી જોડાતા સદસ્ય જોડો અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ છે. જેમાં આજે મોરબી શહેર ખાતે તેમજ હળવદ તાલુકાના રણમલપુર ગામ ખાતે ૫૦ યુવાનોએ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ બદલાવની રાજનીતિમાં કદમ રાખેલ હોવાનું આપની યાદીમાં જણાવાયું છે.

- text