મોરબીને એગ્રીકલ્ચર કોલેજ મળવાના ઉજળા સંજોગો

- text


રાજ્યના કૃષિમંત્રીને ધારાસભ્યની રજુઆત બાદ સર્વે સહિતની કામગીરીની સૂચના

મોરબી : મોરબીને એગ્રીકલ્ચર કોલેજ આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની કૃષી મંત્રી સમક્ષની માંગણી કરાતા હાલમાં સર્વે સહિતની કામગીરી માટે સૂચના અપાતા મોરબીને એગ્રીકલ્ચર કોલેજ મળવાના ઉજળા સંજોગો છે.

મોરબીને એગ્રીકલ્ચર કોલેજ મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાને સાથે રાખી કૃષી મંત્રી આર. સી. ફળદુ સમક્ષ માંગણી કરેલી તેમજ કૃષી મંત્રી સાથે પરામર્શ પણ કરેલો. તે અન્વયે મોરબીને ખેતીવાડી કોલેજ આપવા બાબતે કૃષી ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવને કૃષી મંત્રીએ સુચના આપેલ હતી. જે અંગે ધારાસભ્ય દ્વારા ફોલોઅપ કામગીરી કૃષી વિભાગમાં હાથ ધરેલ હતી. વધુમાં કૃષી વિભાગે મોરબી જિલ્લો કે જે કૃષી યુનિવર્સિટી, જુનાગઢના કાર્યક્ષેત્રમાં આવતો હોય કુલ સચિવને લેખિતમાં સૂચના આપી મોરબી ખાતે ખેતીવાડી કોલેજનું સર્વેક્ષણ હાથ ધરી વિગતે અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.

- text

વધુમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી ખાતે કૃષી કોલેજ ઊભી કરવા માટે સૂચિત સ્થળ તરીકે હાલ કંડલા બાયપાસ ઉપર સ્વામી નારાયણ ગુરુકુલની બાજુમાં કૃષી શિક્ષણ કેન્દ્ર કાર્યરત છે તેનું ઇન્ફાસ્ટ્રક્ટર કૃષી કોલેજ માટે પર્યાપ્ત હોય તે સ્થળે કૃષી કોલેજ ચાલુ કરવાની શક્યતા તપાસવા નિર્દેશ કરેલ છે. વળી, આ સ્થળે સરકારી જમીનનો ખરાબો પણ ઉપલબ્ધ છે. જે ખેતીવાડી કોલેજની જરૂરિયાત મુજબ આ ખરાબો ઉપયોગમાં લઈ શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગમી શૈક્ષણિક સત્રથી મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલમાં કામ ચલાઉ ધોરણે 100 મેડિકલ ટુડન્ટની પ્રથમ બેન્ચ સાથે મેડિકલ કોલેજ કાર્યરત કરવા ધારાસભ્યએ કરેલ મહેનત ફળી છે તે પગલે મોરબીની ખેતીવાડી કોલેજ પણ મળવાના સંજોગો ઉજળા દેખાઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મોરબીને ખેતીવાડી કોલેજ મળે તેવા ચક્રો ગતિમાન થયા છે. આમ, મોરબીને એક પછી એક વિકાસના અનેક પ્રકલ્પો ખૂલે તે માટે વહીવટી દક્ષતા, મહેનતકશ અને સતત જાગૃત એવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબીના હિતમાં પ્રયાસો કરી રહ્યા હોવાનું તેમને અંતમાં જણાવ્યું છે.

- text