તીથવા ગામે બે બાઈક વચ્ચે ટક્કરમાં એકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે બે બાઈક વચ્ચે ટક્કર થતા એક બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

ગત તા. 14ના રોજ સાંજે છએક વાગ્યા ના સુમારે તીથવા ગામે ખ્વાઝાનગરના બોર્ડ પાસે હોન્ડા સાઇન મોટર સાયકલ રજી.નં- જી.જે.૦૩-એફ.જી.-૦૭૧૯ ના ચાલકે બાઈક ગફલતભરી રીતે ચલાવી ગોપાલભાઇના હોન્ડા સ્પેલન્ડર પ્લસ રજી. નંબર જી.જે.-૦૩ડી.આર-૧૭૨૭ સાથે અકસ્માત કર્યો હતો. આથી, ગોપાલભાઈને હાથ-પગ તથા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા સામજીભાઇ નરશીભાઇ દેત્રોજા એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બાઇકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text

- text