નિંદ્રાધીન બાળક ઉપર લોડર ટ્રક ફરી વળતા મોત

- text


મોરબીના લખધીર પુર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં બનેલી કરુણ ઘટના

મોરબી : મોરબીના લખધીર પુર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં ગતરાત્રે કરુણ ઘટના બની હતી. જેમાં સીરામીક ફેકટરીમાં મજૂરોની ઓરડી બહાર સુતેલા પરપ્રાંતીય બાળક ઉપર લોડર ટ્રક ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ કરુણ ઘટનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ફેકટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય પરિવારનો દસ વર્ષનો પુત્ર ગોપાલ રાજુભાઈ ભુરિયા ગતરાત્રે પોતાની સીરામીક ઓરડીની બહાર સૂતો હતો. તે સમયે રિવર્સમાં આવતા કાળમુખ લોડરની હેઠળ કચડાઈ જતા આ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ હતભાગી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કાળમુખ લોડરે પોતાના વ્હાલસોયાનો ભોગ લેતા પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text