મોરબી : ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામે ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા વાંકાનેરના યુવકનું મૃત્યુ થયું છે.

ગઈકાલે તા. 9ના રોજ બંધુનગર ગામે એ ટુ ઝેડ ફેબ્રિકેશન કારખાનામાં મહેશભાઇ ગોરધનભાઇ વાઘેલા (ઉ.વ. 19, રહે. ગામ ભેરડા, તા. વાંકાનેર) કારખાનામાં કામ કરતા હતા. ત્યારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

- text