વાંકાનેરમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના અદેપર ગામે ખોડીયાર માતાજી મંદીર પાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાતા આરોપીઓ દુદાભાઇ જીવાભાઇ ડાભી, વનાભાઇ ગેલાભાઇ મેર, સંજય ઉર્ફે દલો નરશીભાઇ મકવાણા, અજયભાઇ ઉર્ફે બકરી નાથાભાઇ રોજાસરાને ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૫૨૦૦ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text