વાંકાનેરમાં ભુખ્યાને ભોજન પીરસવાના સેવાયજ્ઞને બે વર્ષ પૂર્ણ

- text


એસએમપી ગ્રુપ દ્વારા દરરોજ 100થી 150 જરૂરિયાતમંદોને પીરસાય છે ભોજન

કોરોના કાળમાં પણ અનેરી ટિફિન સેવા

વાંકાનેર : ‘હદીસ શરીફના ભૂખે કો ખાના ખિલાના બહેતર ઇસ્લામ હૈ’ના સૂત્રને સાર્થક કરી રહેલા વાંકાનેરના એસએમપી ગ્રુપ દ્વારા કોઈપણ નાતજાતના ભેદભાવ વગર ભૂખ્યા લોકોની જઠારાગ્નિ ઠારવા શરૂ કરાયેલ સેવા યજ્ઞને આજે બે વર્ષ પૂર્ણ થયા છે.

વાંકાનેરના સેવાભાવી યુવાન સૈયદ મોઇન પીરઝાદા દ્વારા તા.7 જુલાઈ, 2019ના રોજ ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન પીરસવા માટે ઇસ્લામ ધર્મના હદીસ શરીફના સૂત્ર ‘ભૂખે કો ખાના ખિલાના બહેતર ઇસ્લામ હૈ’ને સાર્થક કરવા નક્કી કરી સેવાયજ્ઞ શરૂ કરાયો હતો અને આ સેવા યજ્ઞને આજે બે વર્ષનો સમય પૂર્ણ થયો છે. એસએમપી ગ્રુપના નામે ઓળખાતા આ ગ્રુપ દ્વારા વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તે માટે ભોજન વાહન ફરતું રાખવામાં આવે છે.

- text

ઉલ્લેખનીય છે કે, એસએમપી ગ્રુપ દ્વારા વટેમાર્ગુ, ગરીબ, ભિક્ષુક, દિવ્યાંગ અને નિઃસહાય લોકોને નિયમિત ભોજન પીરસી જઠારાગ્નિ ઠારવાની સાથે -સાથે કોરોના મહામારીની બીજી લહેરમાં વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત પરિવારો માટે ખાસ ટિફિન સેવા પણ કાર્યરત કરી સેવાની જ્યોત જલાવી હતી.

- text