મોરબી એકેડમિક એસોસિએશનના પ્રમુખની વરણી

- text


મોરબી : તાજેતરમાં મોરબી એકેડમિક એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં એસોશિએશનના પ્રમુખ પદે પ્રગતિ ક્લાસિસના સંચાલક પ્રમોદસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી. ટ્યુશન, કમ્પ્યુટર, ડાન્સ વગેરે પ્રકારના એકેડમિક સેન્ટરના વિવિધ કાર્યો-પ્રશ્નો-પ્રોજેકટના સંકલન માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ પ્રમોદસિંહ રાણાએ આપ્યો હતો. આ તકે વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text