હવે વર્લી મટકામાં આધુનિકતા : ચીઠીને બદલે વોટ્સએપથી કપાત

- text


વાંકાનેરમાં એક આરોપી રંગે હાથ ઝડપાયો, ચાર આરોપીઓને પકડવા પોલીસની દોડધામ

વાંકાનેર : વર્લી મટકાના જુગારમાં વર્ષોથી ચાલતી ચિઠ્ઠીની જગ્યાએ હવે જુગારીઓ વોટ્સએપ માધ્યમનો ઉપયોગ કરતા થયા છે. વાંકાનેર પોલીસે આવા જ એક કિસ્સામાં એક પંટરને કપાત લેતા રંગે હાથ ઝડપી લઈ કપાત લેનાર અને વર્લી મટકા રમનાર ચાર આરોપીઓને ફરાર જાહેર કરી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text

વાંકાનેર જીનપરા જકાતનાકા મામાદેવના મંદીર પાસે જાહેરમાં વિનોદભાઇ ઉર્ફે હકો ચકુભાઇ અઘારા (ઉ.વ.50, રહે. વાંકાનેર, જીનપરા શેરી નં-૧૨) નામનો આરોપી મોબાઈલ ફોનમાં વોટ્સએપના માધ્યમથી વર્લી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી લીધો હતો અને આરોપીનો મોબાઈલ ચેક કરી પૂછપરછ કરતા તારમહમદ ઇસ્માઇલભાઇ જુનાણી (રહે. મોરબી, કુબેરનાથ રોડ) પાસે કપાત કરાવતો હોવાનું કબુલી, મુન્નાભાઇ (રહે. વઘાસીયા) અને મેતાજી નામના ઇસમના વર્લીફીચરના આંકડા લખેલ જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂ.૬૦૯૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧૬,૦૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ અન્ય ચાર આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- text