સુરવદર-ચરાડવા રોડનો કોન્ટ્રાક્ટ દોઢ વર્ષ પૂર્વે એજન્સીને અપાયો, પણ કામ હજુ ચાલુ ન થયું!!

- text


નાયબ કાર્યપાલક ઇજનેરે નિયત સમયમાં કામ પૂર્ણ ન કરતા નોટીસ પણ ફટકારી, છતાં સ્થિતિ જૈસે થે

મોરબી : હળવદ તાલુકાના સુરવદર- દેવળીયા-ચરાડવા રોડનો કોન્ટ્રાક્ટ દોઢ વર્ષ પૂર્વે એજન્સીને અપાયો હતો. તેમ છતાં આજ દિન સુધી એજન્સીએ રોડનું કામ શરૂ જ ન કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે તંત્રએ પણ કોઈ ગંભીર કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

હળવદ તાલુકાના સામાજિક કાર્યકર બલદેવસિંહ રાઠોડના જણાવ્યા મુજબ સુરવદર- દેવળીયા- ચરાડવાને જોડતો 17 કિમીનો રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટ ઓમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. ગત તા.31 ડિસેમ્બર, 2020 ના આ કામની નક્કી કરાયેલી 12 મહિનાની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

- text

નોટિસ ફટકારવા છતાં આ એજન્સી દ્વારા હજુ સુધી રોડની કામગીરી શરૂ જ કરવામાં આવી નથી. દોઢ વર્ષ જેટલા સમયગાળામાં આ એજન્સીએ બધા નાલા ખોદીને તેમાંથી અમુક બનાવ્યાં છે. બાકીના જેમના તેમ છે. જેના કારણે ચોમાસામાં વાહન વ્યવહાર બંધ થઈ જાય તેવી પણ ભીતિ છે.

- text