વાંકાનેરના ઢુંવા ગામે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારને સાત વર્ષ પુરા થવા નિમિતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડાના માર્ગદશન મુજબ વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ જગદીશસિંહ ભુરુભા ઝાલા દ્વારા ઢુંવા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 63 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ કેંમ્પમાં ભરતભાઇ, જગદીશસિંહ, માધાભાઈ (ભવાની હોટેલવાળા) એ જહેમત ઉઠાવી હતી.

- text

- text