સિરામિક ફેક્ટરીમાં કામ કરતા પડી જતા યુવકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના લગધીરપુર ગામ પાસે ફેક્ટરીમાં કામ કરતી વખતે પડી જતા યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

લગધીરપુર ગામ પાસે એક્સ વીટ્રીફાઇડ કારખાનામાં ડાયાભાઇ હમીરભાઇ જાદવ (ઉ.વ. 40, રહે. ખોપ, તા. ઉના, જી. ગીર સોમનાથ) કામ કરતા હતા. ત્યારે અકસ્માતે પડી ગયા હતા. આથી, તેને ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text