મોરબી તાલુકાના વિવિધ ગામોમાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના વિવિધ ગામોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકાના જેતપર ગામે સેવા સપ્તાહ અંતર્ગત ભાજપ દ્વારા હનુમાનજી મંદિરના મંહતનું શાલ ઓઢાળી સન્માન કરાયું હતું. તેમજ મંદિર પરિસરમાં 200 વૃક્ષો વાવવા માટે ગામના ઉત્સાહી લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે 11 વૃક્ષોનુ ધારાસ્ભ્યના હસ્તે રોપણ કરી પર્યાવરણ જતનનો સંકલ્પ લેવામા આવ્યો હતો.

આ ઉપરાંત, મોરબી તાલુકાના અણીયારી ગામે ભાજપ દ્વારા તળાવની પાળે વૃક્ષારોપણ કરી તળાવને સુંદર બનાવવાના પ્રયાસ શરુ કરવામા આવ્યા હતા. અણીયારી ગામે તળાવની બાજુમાં ગામના ઉદ્યોગપતિના સહયોગથી ગામલોકો દ્વારા ઔષધિ વન બનાવવાની શરૂઆત કરવામા આવી હતી. મહાનુભાવો દ્વારા આ વિશિષ્ટ કાર્યને બિરદાવી જરુર જણાય ત્યારે ભાજપ પરિવાર વતી રોપા ઉપલ્બધ કરાવવાની ખાતરી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આપવામા આવી હતી.

જ્યારે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત જુના નાગડાવાસ હેલ્થ સેન્ટરમા ફરજ બજાવતા કર્મચારીઓને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. તેમજ તેઓને ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ, ઉપપ્રમુખ હસુભાઇ પંડયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા તથા હાઈસ્કૂલના પટાંગણમા વૃક્ષારોપણ કરી વૃક્ષઉછેરનો સંકલ્પ લેવામા આવ્યો હતો.

- text

વધુમાં, મોરબી તાલુકાના ભરતનગર ગામે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ઘારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા દ્વારા ગ્રાન્ટમાથી દર્દીઓની સુવિધા માટે એમ્બયુલન્સની ફાળવણી કરવામા આવી હતી. અને પ્રકૃતિની જાળવણી માટે રોપા વિતરણ કરવામા આવ્યા હતા. તેમજ કોરોનાના કપરા કાળમા કોરોનાના લીધે મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા અર્થે 2 મીનીટ મૌન પાળવામા આવ્યુ હતું.

- text