ટંકારામાં બાવળની કાંટમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

- text


ટંકારા : ટંકારામાં યુવકનો મૃતદેહ બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. જો કે હજુ સુધી યુવકના મોતનું કારણ અકબંધ છે.

- text

મૂળ દાહોદ જિલ્લાના ધામરડા ગામના વતની હાલ ટંકારામાં રહેતા 35 વર્ષીય રવિન્દ્રભાઇ દલસીંગભાઇ પરમારનો મૃતદેહ ગઈકાલે તા. 30ના રોજ ખીજડીયા ચોકડી પાસે છાપરી સામે રાજકોટ-મોરબી હાઇવેની ડાબી સાઇડમાં બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. તેમની લાશ અંગે ઇમરાનભાઇ હબીબભાઇ અભરાણીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text