માળીયા હાઇવે ઉપર કન્ટેનરની પલટી : ડીઝલ ઢોળાતા લોકોની પડાપડી

- text


અકસ્માતને પગલે ટ્રાફિક જામ : તાલુકા પોલીસ ઘટનાસ્થળે

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર કન્ટેનર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો છે, બીજી તરફ કન્ટેનરમાં ડીઝલ જેવું પ્રવાહી ભરેલ હોય રોડ ઉપર પ્રવાહી ઢોળાતા લોકોએ આ પ્રવાહી મેળવવા પડાપડી કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર આજે સવારના એક કન્ટેનર પલટી મારી જતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે.

દરમિયાન ઘટનાસ્થળે હાજર સૂત્રોના જણાવ્યા મુજબ આ કન્ટેનરમાં ડીઝલના બેરલ ભર્યા હોય જે અકસ્માત બાદ ઢોળાઈ જતા આ પ્રવાહી મેળવવા નજીકના ગ્રામજનોએ રીતસર પડાપડી કરી હતી.

- text

- text