ટંકારાના ધુનડા ગામે જુગાર રમતા ચાર પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા (ખા.) ગામે પોલીસ દ્વારા જુગાર રમતા ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

- text

આ બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે ટંકારામાં ધુનડા (ખા.) ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા હિતેશભાઈ રાઘવજીભાઈ માલકીયા, મુકેશભાઈ ધીરુભાઈ પીપળીયા, વશરામભાઈ લાલજીભાઈ કાસુન્દ્રા અને અરવિંદભાઈ રમેશભાઈ વરાણીયાને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ. 7000 જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text