મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના 25 કેસમાં પોલીસે કરી દંડનાત્મક કાર્યવાહી

- text


માસ્ક વિના જાહેરમાં ફરતા 5, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 6, વધુ પેસેન્જર બેસાડતા 8 રિક્ષાચાલક તથા 1 કારચાલક, સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવતા 1 વેપારી અને કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના વેપાર કરતા 4 ધંધાર્થી દંડાયા:

મોરબી: શુક્રવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત લાગુ થયેલા જાહેરનામાંના ભંગ બદલ વિવિધ કલમો હેઠળ પોલીસે કુલ 25 કેસ કરી તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

શુક્રવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાના શહેરો અને તાલુકાઓમાંથી પોલીસે કુલ 25 લોકો સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂભંગ બદલ 3 રાહદારીઓ સામે, કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના વેપાર કરતા નાસ્તાનાં 1 રેંકડીધારક સામે, બી.ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન ન કરતા 5 લોકો સામે, રાત્રી કર્ફ્યૂ દરમ્યાન રીક્ષા લઈને નીકળતા 1 રિક્ષાચાલક સામે, 2 બાઈકચાલકો સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે વાંકાનેર સીટી પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યા વગર વધુ પેસેન્જર બેસાડીને નીકળતા તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા 2 રિક્ષાચાલકો સામે, વાંકાનેર તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં 2 રિક્ષાચાલકો સામે તથા ટંકારા પો. સ્ટે. વિસ્તારમાં 2 રિક્ષાચાલકો સામે, ઇકો કારના 1 ચાલક સામે જ્યારે હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં કોરોના રિપોર્ટ કરાવ્યા વગર છૂટ્ટક મજૂરી કામ કરનાર 1 પ્લંબર સામે, 1 સુથારી કારીગર સામે અને માળીયા મી. પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યા વગર વેપાર કરતા શાકભાજીના 1 ધંધાર્થી સામે, કોલ્ડ ડ્રિન્કસના 1 ધંધાર્થી સામે, માસ્ક વગર તથા વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 રિક્ષાચાલક સામે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમ હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

- text