હળવદમાં રબારી સમાજ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો

- text


કેમ્પમાં રબારી સમાજના ૬૮ લોકોને કોરોનાની રસી મુકાઈ

હળવદ : હળવદમાં કોરોનાની બીજી લહેર ઘાતકી બની છે. ત્યારે કોરોના સામે રક્ષણ આપવા માટે વેકસીનેશનને વેગ આપવામાં આવ્યો છે અને વેકસીનેશન ઝડપથી થાય તે માટે તમામ જ્ઞાતિ સમુદાય દ્વારા પોતાના સમાજ માટે આરોગ્ય તંત્રના સહકારથી વેકસીનેશનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે હળવદમાં રબારી સમાજ દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદના રબારી સમાજ દ્વારા પોતાના સમાજના લોકોને કોરોનાથી રક્ષણ આપવા માટે આજે આરોગ્ય તંત્રના સહયોગ થકી મનુભાઈ રબારીના ગેસ્ટ હાઉસ ખાતે કોરોના વેકસીનેશનનો કેમ્પ યોજાયો હતો. આ વેકસીનેશન કેમ્પમાં હળવદ રબારી સમાજના ૪૫ વર્ષથી ઉપરના ૬૮ લોકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન કરનાર હળવદ પરગણા રબારી સમાજના દેહાઈ જયેશભાઇ રબારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રબારી સમાજમાં વેકસીનેશન અંગે જાગૃતિ આવે તેવા સક્રિય પ્રયાસો કરાશે.

હાલ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં રબારી સમાજના ૪૫ વર્ષથી ઉપરના લોકો વેકસીનેશન કરાવે તે માટે કેમ્પનું આયોજન કરવાનો તેમણે નીર્ધાર કર્યો હતો. સાથે સાથે દરેક સમાજના લોકોને વેકસીન લેવાની તેઓએ અપીલ કરી હતી. આ વેકસીનેશન કેમ્પને સફળ બનાવવા હળવદ પરગણા રબારી સમાજના દેહાઈ જયેશભાઇએ સમાજના વડીલો, યુવાનો અને ખાસ હળવદના આરોગ્ય અધિકારી ડૉ. ભાવીનભાઈ ભટ્ટી, ડૉ. કિશનભાઈ દેથરિયા સહિત કેમ્પમાં હાજર રહેલ હતા.

- text

- text