મોરબીની ધી વી. સી. ટેક. હાઈસ્કૂલમાં ધો. 9, 10 અને 12માં 24મીથી પ્રવેશ પ્રક્રિયા શરુ થશે

- text


મોરબી : મોરબીની ધી વી. સી. ટેક. હાઈસ્કૂલમાં વર્ષ 2021-’22 માટે ધોરણ 9, 10 અને 12માં આગામી તારીખ 24/05/2021થી વહેલા તે પહેલાના ધોરણે સવારે 8-30 કલાકથી પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવશે. તેમજ ધોરણ 11ના પ્રવેશ માટે ધોરણ 10ના પરિણામ અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ બાબતે બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવ્યા બાદ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 9માં ટેકનિકલ, વ્યવસાયલક્ષી અભ્યાસમાં ઓટોમેટિવ અને રિટેઇલ એમ બે ટ્રેડનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

- text

- text