મોરબીના જાંબુડિયા ગામે હેવી ટ્રક ઘુસી જતા પ્રવેશદ્વાર ધરાશાયી

- text


ગેઇટ પડવાની ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી

મોરબી : મોરબીમાં ભારે વાહનની ટક્કરથી જાંબુડિયા ગામનો ગેઇટ ધારાશાયી થયો હતો. જો કે ગેઇટ પડવાની ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જાંબુડિયા ગામથી નેશનલ હાઇવે તરફ જતા રોડ ઉપર આવેલ જાંબુડિયા ગામના મેઈન ગેઇટમાંથી હેવી લોડેડ ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રકનો ઉપરનો ભાગ ગેઇટને અડી ગયા બાદ આ વાહનની ઝડપને લીધે આખે આખો મજબૂત ગેઇટ જમીનદોસ્ત થઈ ગયો હતો. પણ સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી. જો કે, જાંબુડિયા ગામમાં ભારે વાહન ન પ્રવેશે તે માટે આ મજબૂત ગેઇટ રાખવામાં આવ્યો હતો. ત્યારે ટ્રક નીકળે એમ ન હોવા છતાં પરાણે ઘુસી જતા ટ્રકની જોરદાર ટક્કરથી આ ગેઇટ પડી ગયો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

- text

- text