વાવાઝોડા અસરગ્રસ્તોને BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટ્સનું વિતરણ

- text


મોરબી : તાઉ-તે વાવાઝોડાની તારાજીથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા 10,000 ફૂડ પેકેટની અનેરી રાહતસેવા કરવામાં આવી હતી.

તાઉ-તે વાવાઝોડું અનેક લોકો માટે આફતરૂપ બન્યું છે. ત્યારે BAPS સંસ્થાના રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી, અપૂર્વમુનિ સ્વામી અને અક્ષરયોગી સ્વામી દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે 10,000 ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના સેવાભાવી પુરુષ-મહિલા સ્વયંસેવકોએ બે હજાર કિલો પુરી અને બે હજાર કિલો શાકના 10,000 ફૂડ પેકેટ તૈયાર કરી અનેરી સેવા અદા કરી છે. આ તમામ ફૂડ પેકેટ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોના લોકો સુધી પ્રસાદ રૂપે પહોંચાડવામાં આવ્યા છે.

- text

- text