મોરબીમાં વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

- text


મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા અયોધ્યાપુરી રોડ ઉપરથી વ્હિસ્કીની બોટલો ભરેલ રીક્ષાને ઝડપી પાડવામાં આવી છે.

- text

મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર ખ્વાજા પેલેસની પાસેથી સલીમ ઉર્ફે સલો જુસબભાઇ કટીયાએ વેચાણ કરવાના ઇરાદે આધાર વગર સી.એન.જી રીક્ષાનં.જી.જે.૧-ટી.ડી.૬૪૭૪માં ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હિસ્કીની 10 બોટલો (કિ.રૂ. 3000) રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂ તથા રીક્ષા મળી કુલ મુદામાલ.રૂ. 53,000નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપી સલીમ હાજર ન હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text