18 મે : બપોરે 12 વાગ્યા સુધીમાં ટંકારામાં દોઢ, હળવદમાં સવા અને મોરબીમાં એક ઈંચ વરસાદ

- text


બપોરે 12 વાગ્યા સુધીમાં હળવદમાં 30 મીમી, મોરબીમાં 23 મીમી, વાંકાનેરમાં 20 મીમી અને સૌથી ઓછો માળિયામાં 7 મીમી

મોરબી : વાવાઝોડા તાઉતેની અસર હેઠળ ગઈકાલે સાંજથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ટંકારા તાલુકામાં દોઢ ઈંચ એટલે કે 36 મીમી અને સૌથી ઓછો માળીયા તાલુકામાં 7 મીમી વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના સત્તાવાર સુત્રમાંથી પ્રાપ્ત આંકડાઓ મુજબ ગઈકાલે રાત્રિથી સવાર સુધીમાં મોરબીમાં 11, વાંકાનેરમાં 12, ટંકારામાં 10, હળવદમાં 9 અને માળીયા તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 12, વાંકાનેરમાં 8, ટંકારામાં 26, હળવદમાં 21 અને માળીયા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાતા સૌથી વધુ ટંકારા તાલુકામાં 36 મીમી એટલે કે દોઢ ઈંચ અને માળીયા તાલુકામાં સૌથી ઓછો 7 મીમી વરસાદ નોંધાયો છે.

- text

- text