મોરબી-માળીયા રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી-માળીયા રોડ પર બાઈક સ્લીપ થતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

મૂળ મધ્યપ્રદેશ રાજ્યના શાજાપુર જિલ્લાના સુનેરા ગામના વતની હાલ લાલપરમાં રહેતા 34 વર્ષીય હેમસીંગ ગોપાલસિંગ ભંડારી બાઇક મો.સા રજી નંબર-જી-જે-૩૬-એ-એ-૧૭૭૮માં ગાળા ગામથી મોરબી-માળીયા રોડ પરથી પસાર થતા હતા. ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઇ જતા રોડ ઉપર પડી ગયા હતા. અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text