સ્કોલરશીપ પરીક્ષામાં હળવદના બાળકોનો ડંકો

- text


હળવદ : હળવદ-મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 ના બાળકોએ NMMS પરીક્ષામાં તાલુકામાં રેકોર્ડબ્રેક સફળતા મેળવી છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 14 માર્ચના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું પરિણામ આજે 13 મેના બપોરે સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. જે પરીક્ષા પાસ કરીને મેરિટમાં સમાવેશ પામતા બાળકોને રાજ્ય સરકાર તરફથી 48 હજાર રૂપિયા સીધા બાળકના ખાતામાં જમા કરવામાં આવે છે.

- text

આ પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં 83 બાળકો અને હળવદ તાલુકમાંથી 25 બાળકો મેરિટમાં સમાવેશ પામેલ છે. જેમાંથી સમગ્ર હળવદ તાલુકમાં સૌથી વધુ એક સાથે 6 બાળકો જેમાં કોરિંગા ધાર્મિક, રાઠોડ અદિતિ, કણઝરિયા પ્રિતી, ચાવડા મોનિકા,પરમાર બંસી, ગોદાવરિયા યોગી આટલા વિદ્યાર્થીઓ શાળા નંબર-4 ના સમાવેશ પામતા સમગ્ર શાળા પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયા બાળકોને માર્ગદર્શન અને મહેનત કરાવનાર સૌ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરે છે.

- text