MCX ડેઈલી રિપોર્ટ : સીપીઓ, કપાસ અને રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચાર, જયારે ચાંદીમાં રૂ.422 ની નરમાઈ

- text


સોનામાં સંકડાઈ ગયેલી વધઘટ : ક્રૂડ તેલ અને કોટનમાં તેજીનો માહોલ 

મેન્થા તેલમાં ઘટાડો: : પ્રથમ સત્રમાં રૂ.11,891 કરોડનું ટર્નઓવર

મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૫૧૩૨૩ સોદામાં રૂ.૧૧૮૯૧.૧૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ચાંદીના વાયદાના ભાવમાં કિલોદીઠ રૂ.૪૨૨ની નરમાઈ હતી, જ્યારે સોનામાં વધઘટ સંકડાઈ ગઈ હોય તેમ સીમિત રેન્જમાં ફેરફાર થયો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદામાં તેજીના માહોલ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ઉછાળો હતો, જ્યારે મેન્થા તેલ ઘટી આવ્યું હતું. સીપીઓ, કપાસ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૦૭૨૫ સોદાઓમાં રૂ.૩૯૬૨.૯૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૪૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૬૭૯ અને નીચામાં રૂ.૪૭૪૬૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪ વધીને રૂ.૪૭૬૪૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૧૭૨ અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૨૭ થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩ વધીને બંધમાં રૂ.૪૭૬૨૮ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૧૮૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૧૮૦૫ અને નીચામાં રૂ.૭૧૨૫૬ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૨ ઘટીને રૂ.૭૧૫૦૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ.૪૧૦ ઘટીને રૂ.૭૧૫૨૪ અને ચાંદી-માઈક્રો જૂન રૂ.૪૦૯ ઘટીને રૂ.૭૧૫૨૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૫૧૧૬ સોદાઓમાં રૂ.૨૭૮૯.૧૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૮૮ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૫૭ અને નીચામાં રૂ.૪૭૭૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૨ વધીને રૂ.૪૮૫૨ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૫૮૬ સોદાઓમાં કુલ રૂ.૩૨૮.૮૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન મે વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૪૨૦ અને નીચામાં રૂ.૨૨૦૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૦ વધીને રૂ.૨૨૨૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૨૪૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૮ વધીને બંધમાં રૂ.૧૨૩૭.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.૯૬૯.૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૯.૯ અને નીચામાં રૂ.૯૫૯.૫ રહી, અંતે રૂ.૯૬૬.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬૨ અને નીચામાં રૂ.૧૨૬૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯.૦૦ વધીને રૂ.૧૨૬૨ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૬૯૪ સોદાઓમાં કુલ રૂ.૧૮૩૨.૭૧ કરોડ ની કીમતનાં ૩૮૪૨.૭૭૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૫૦૩૧ સોદાઓમાં કુલ રૂ.૨૧૩૦.૨૬ કરોડ ની કીમતનાં ૨૯૭.૮૯ ટન, ક્રૂડ તેલમાં ૨૩૨૧૩ સોદાઓમાં રૂ.૧૬૭૩.૪૮ કરોડનાં ૩૪૭૦૨૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૧૫ સોદાઓમાં રૂ.૮૭.૫૮ કરોડનાં ૩૯૨૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૩૭૩ સોદાઓમાં રૂ.૨૩૮.૭૯ કરોડનાં ૧૯૩૬૦ ટન, મેન્થા તેલમાં ૭ સોદાઓમાં રૂ.૭૩.૦૪ લાખનાં ૭.૫૬ ટન, કપાસમાં ૧ સોદાઓમાં રૂ.૨.૫૨ લાખનાં ૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૯૭૧.૩૫૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૩૯.૮૩૧ ટન, ક્રૂડ તેલમાં ૯૮૮૨ બેરલ્સ, કોટનમાં ૨૩૩૬૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૧૦૫૦ ટન, મેન્થા તેલમાં ૩૩.૪૮ ટન અને કપાસમાં ૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪ અને નીચામાં રૂ.૧૦૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૫ અને નીચામાં રૂ.૨૩૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૫.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૮૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૦ અને નીચામાં રૂ.૪૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૯૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૯ અને નીચામાં રૂ.૧૦૯૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૭૬.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫ અને નીચામાં રૂ.૮૨.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૨.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૫ અને નીચામાં રૂ.૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૨.૨ બંધ રહ્યો હતો.

- text