જાણવા જેવું : વિટામિન-Cથી ભરપૂર છે આ 5 ઇમ્યુનીટી બુસ્ટર ફળો

- text


વિટામિન સીનું નામ આવે એટલે ઘણા લોકોને ખાટાં ફળો યાદ આવી જાય. વિટામીન સી યુક્ત ફળો ખાવાથી બેક્ટેરિયા સામે કે વાયરસ સામે લડવામાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મદદ મળે છે. વિટામિન સી માણસના શરીરમાં એ બની શકતો ન હોવાથી એને ખોરાક વાટે લેવો જરૂરી છે. આથી, કોરોના વાયરસની સારવારમાં મોસંબી, આમળા, કીવી, અનાનસ, પપૈયું, સ્ટોબેરી, કેરી, સંતરા, સફરજન, જામફળ જેવા વિટામીન-સીથી ભરપુર ફળોનું સેવન ઉપયોગી સાબિત થયું છે. ત્યારે વિટામિન-સી યુક્ત ફળો વિષે જાણકારી મેળવવી જરુરી છે.

મોસંબી

મોસંબીમાં વિટામિન સી ઉપરાંત કાર્બોહાઇડ્રેટ, ફેટ, પ્રોટીન, પાણી તેમજ લોહતત્ત્વ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન-એ, બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. મોસંબીના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે. તાવ આવ્યો હોય તો મોસંબીનો રસ ઝડપી રિકવરી આપે છે.

આમળા

આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે. આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે. આ ઉપરાંત તેમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. તાજા આંમળાંના રસમાં સંતરાંના રસ કરતાં વીસ ગણું વધુ વિટામિન સી હોય છે. એક આંમળામાંથી એક કે બે સંતરાં-મોસંબીની બરાબર વિટામિન સી મળે છે.

- text

કીવી

કીવીમાં ભરપુર પ્રમાણમાં વિટામીન C તથા વિટામીન E રહેલું છે. કીવી ફોલિક એસીડથી ભરપુર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે પણ લાભદાયક છે. તેના સેવનથી શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સને તે ડેમેજ થવાથી બચાવે છે.

અનાનસ

અનાનસમાં વિટા‌મિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત, એની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેનું સેવન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરદીના કારણે થયેલા સંક્રમણથી પણ બચી શકાય છે.

પપૈયું

પપૈયું પેપ્સિન નામના પાચકતત્વનો એક પ્રાકૃતિક સ્રોત છે. પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે. પપૈયામાં ભરપુર માત્રામાં વિટામિન એ, બી અને સીની સાથે થોડી માત્રામાં વિટામિન ડી પણ હોય છે. જે લોકોને વારંવાર શરદી-ઉધરસ થાય છે, તેમના માટે પપૈયાનું નિયમિત સેવન લાભદાયક છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.

- text