MCX વિક્લી રિપોર્ટ : ચાંદીના ભાવમાં રૂ.3,044 નો ઉછાળો, ક્રૂડ તેલ અને કપાસના ભાવમાં નરમાઈ

- text


સોનામાં રૂ.869 ની તેજી :  કોટન, સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર

બુલડેક્સ ફ્યુચર્સમાં 438 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 445 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૩૦ એપ્રિલથી ૬ મેના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૩,૨૦,૩૭૩ સોદાઓમાં કુલ રૂ.૧,૫૬,૩૫૬.૦૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૬૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૩,૦૪૪ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નરમાઈ સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો, જ્યારે કપાસનો વાયદો ઘટીને બંધ થયો હતો.

વિશ્વબજારની વાત કરીએ તો, આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વબજારમાં યુએસ ડોલર ઈન્ડેક્સ સપ્તાહ દરમિયાન એક અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ૯૦.૮૬ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકામાં બોન્ડ યિલ્ડ-વળતર સપ્તાહ દરમિયાન બે અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શી ૧.૫૬ ટકાના સ્તરે બોલાતું હતું. યુએસ ડોલર રૂ.૭૩.૬૫, પાઉન્ડ રૂ.૧૦૨.૪૩ અને યુરો રૂ.૮૮.૮૬ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનું અઢી મહિનાની ઊંચાઈને આંબી ૧ ઔંશદીઠ ૧૮૨૧ ડોલર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ચાંદી સપ્તાહ દરમિયાન ૫ ટકાથી વધુ વધીને છેલ્લે ૧ ઔંશદીઠ ૨૭.૬૩ ડોલર આસપાસ ટ્રેડ થઈ રહી હતી. યુએસ મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) આગલા ૬૦.૬ સામે ૬૦.૫ના સ્તરે પહોંચ્યો હતો. યુએસ નોનફાર્મ પેરોલના આંકડા આગલા ૪.૬૮ લાખની સામે ૯.૧૬ લાખ બતાવતા હતા. અમેરિકામાં જોબલેસ ક્લેઈમ ૫.૪૦ લાખની અપેક્ષા સામે ૧૩ મહિનાના નીચલા ૪.૯૮ લાખના સ્તરે રહ્યાના સમાચાર હતા.

હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન ૨,૨૮,૨૯૫ સોદામાં રૂ.૨૭,૦૭૦.૩૫ કરોડ અને ચાંદીમાં ૧૦,૭૧,૭૩૮ સોદાઓમાં રૂ.૩૯,૩૯૪.૬૭ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૭૪૩ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૭,૬૪૩ અને નીચામાં રૂ.૪૬,૬૦૫ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૮૬૯ના ઉછાળા સાથે રૂ.૪૭,૫૯૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિનીનો મે વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૫૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૧૬ વધીને રૂ.૩૮,૧૪૧ અને ગોલ્ડ-પેટલનો મે વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૪૫ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૧ વધીને રૂ.૪,૭૨૨ થયો હતો. સોનાનો મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૭૧૬ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૦૯ના ભાવવધારા સાથે રૂ.૪૭,૫૩૬ બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૪૬૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૧,૯૪૪ અને નીચામાં રૂ.૬૮,૨૦૨ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩,૦૪૪ના વ્યાપક ઉછાળા સાથે રૂ.૭૧,૬૮૧ના સ્તરે બંધ થયો હતો. આ સામે ચાંદીનો દૂર ડિલિવરીનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહ દરમિયાન રૂ.૩,૨૫૪ ઊછળ્યો હતો. ચાંદી-મિની જૂન વાયદો રૂ.૩,૦૦૧ અને ચાંદી-માઈક્રો જૂન વાયદો રૂ.૩,૦૧૭ વધીને બંધ થયાં હતાં.

- text

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સપ્તાહ દરમિયાન ૨૨,૩૩૭ સોદાઓમાં કુલ રૂ.૧,૭૯૭.૦૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો મે વાયદો સપ્તાહના પ્રારંભે ૧૪,૫૯૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૦૧૫ અને નીચામાં ૧૪,૫૭૭ના સ્તરને સ્પર્શી સપ્તાહ દરમિયાન ૪૩૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૮૭ પોઈન્ટ વધીને ૧૫,૦૦૧ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૫,૮૨૩ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું. જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો મે વાયદો સપ્તાહ દરમિયાન ૪૪૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૮૧ પોઈન્ટ વધીને ૧૫,૩૭૨ના સ્તરે પહોંચ્યો હતો. મેટલડેક્સ ફ્યુચર્સમાં ૮,૨૦૭ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું.

એનર્જી સેગમેન્ટમાં સપ્તાહ દરમિયાન ૭,૦૪,૨૧૧ સોદાઓમાં કુલ રૂ.૪૩,૬૫૧.૩૯ કરોડના વેપાર થયા હતા. ક્રૂડ તેલમાં ૪,૧૭,૦૪,૨૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં ૧,૦૮,૧૦,૩૮,૭૫૦ એમએમબીટીયૂનું વોલ્યુમ નોંધાયું હતું. ક્રૂડ તેલનો મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૭૯૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૯૩૮ અને નીચામાં રૂ.૪,૬૮૩ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૭ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૪,૭૯૦ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧.૨૦ વધી બંધમાં રૂ.૨૧૫.૬૦ના ભાવ થયા હતા.

કૃષિ કોમોડિટીઝમાં સપ્તાહ દરમિયાન ૧૪,૯૫૪ સોદાઓમાં કુલ રૂ.૨,૩૬૦.૭૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કપાસનો એપ્રિલ-૨૨ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૨૬.૫૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૪૪ અને નીચામાં રૂ.૧,૨૨૬.૫૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૪.૫૦ ઘટી રૂ.૧,૨૪૨.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો મે વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૭૯૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૯૩૦ અને નીચામાં રૂ.૨૧,૫૨૦ને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૩૦ વધી રૂ.૨૧,૮૫૦ના સ્તરે બંધ થયો હતો. કપાસના વાયદામાં ૪૮ ટન અને કોટનમાં ૧,૬૩,૨૭૫ ગાંસડીનું વોલ્યુમ નોંધાયું હતું.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો મે વાયદો સપ્તાહના અંતે ૧૦ કિલોદીઠ રૂ.૪૦.૭૦ વધીને રૂ.૧,૨૧૪.૭૦ થયો હતો, જ્યારે મેન્થા તેલનો મે વાયદો કિલોદીઠ રૂ.૬.૫૦ વધી રૂ.૯૭૪ના સ્તરે બંધ થયો હતો. સીપીઓમાં ૧૧,૬૫૬ સોદામાં રૂ.૧,૯૯૨.૪૧ કરોડનાં ૧,૬૮,૮૩૦ ટન અને મેન્થા તેલમાં ૫૭ સોદામાં રૂ.૬.૧૯ કરોડનાં ૬૪ ટનના વેપાર થયા હતા. રબરનો મે વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૭૨૫ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૭,૫૪૯ અને નીચામાં રૂ.૧૬,૭૦૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૫૬૮ના ઉછાળા સાથે બંધમાં રૂ.૧૭,૩૪૨ના ભાવે બંધ થયો હતો. રબરના વાયદામાં ૨૮૬ સોદામાં રૂ.૫.૩૩ કરોડનાં ૩૧૦ ટનનાં કામકાજ થયાં હતાં.

કોમોડિટી વાયદા પર ઓપ્શન્સમાં સપ્તાહ દરમિયાન ૮૫,૯૭૯ સોદાઓમાં કુલ રૂ.૭,૫૯૩.૪૭ કરોડનાં કામકાજ થયાં હતાં. જેમાં સોનાના ઓપ્શન્સમાં રૂ.૨,૬૧૨.૨૩ કરોડનાં ૫,૪૧૨ કિલો, ચાંદીના ઓપ્શન્સમાં રૂ.૩૧૦.૬૦ કરોડનાં ૪૩,૫૯૦ કિલો, તાંબાના ઓપ્શન્સમાં રૂ.૭૯ લાખનાં ૧૦,૦૦૦ ટન અને ક્રૂડ તેલમાં રૂ.૪,૬૬૯.૮૫ કરોડનાં ૯૫,૩૯,૫૦૦ બેરલ્સનું વોલ્યુમ નોંધાયું હતું.

- text